¡Sorpréndeme!

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી| ગીર સોમનાથની સરસ્વતી નદીમાં નવા નીર

2022-07-13 242 Dailymotion

રાજ્યમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અનેક ગામ સંપર્કવિહોણાં થયાં છે. નદી-નાળાં છલકાઈ ગયાં છે. ત્યારે રાજ્યભરમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પણ આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે નદીઓ અને ડેમોમાં પાણીની આવક વધી છે. તેવા સમયે ગીર સોમનાથની સરસ્વતી નદી પર બે કાંઠે વહેતી થઈ છે. આગામી દિવસોમાં હજુ પણ વધુ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.